મહેસાણા નગરપાલકાનો સંક્ષિપ્ત પરિચય
Home | Back  

મહેસાણા નગરપાલિકા અમદાવાદથી ઉત્તર દિશામાં 75 કિ.મી.ના અંતરે આવેલી છે. આ નગરપાલિકાની સ્થાપના સને 1919-20માં થયેલ છે. તા.01/08/1949 થી વડોદરા રાજ્યનું મુંબઈ રાજ્યમાં વીલીનીકરણ થયા પછી ધી બોમ્બે ડીસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ 1902 અન્વયે વહીવટ ચલાવવામાં આવતો. તા.01/01/1965 થી ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 અમલમાં આવતા સદરહુ નિયમ અન્વયે નગરપાલિકાનો વહિવટ ચલાવવામાં આવે છે.

ક્ષેત્રફળ : 32 ચો. કિ.મી.

મહેસાણા શહેરના નાગરિકોને પીવા સારૂ શુદ્ધ અને પુરતુ પાણી મળી રહે તે માટે શહેરમાં કુલ 25 ટયુબવેલ બનાવવામાં આવેલા છે તથા જરૂરીયાત મુજબ પ્રતિવર્ષ નવીન ટયુબવેલ બનાવવામાં આવે છે. હાલમાં શહારેમાં કુલ 12 ઓવરહેડ ટાંકીઓ બનાવવામાં આવેલી છે. તથા નવીન ટાંકીએ બનાવવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે. મહેસાણા નગરપાલિકા આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટે એક ડીસ્પેન્સરી ચલાવે છે. તેમાં એક ડોક્ટર એક કમ્પાઉન્ડર તથા એક ડ્રેસર કામગીરી કરે છે.

શહેરના નાગરિકોને પાણી, લાઈટ સફાઈ તથા ભૂગર્ભ ગટર વ્યવસ્થાની સગવડ નગરપાલિકા દ્વારા સંતોષકારક રીતે પુરી પાડવામાં આવે છે. શહેરમાંથી પસાર થતા હાઈવે ઉપર સોડીયમ લાઈટો મુકનામાં આનેલ છે. તથા શહેરના મુખ્ય માર્ગોને પહોળા કરી ડિવાઈડર મુકીને બનાવવામાં આવ્યા છે. તથા નવીન ફુવારા માટેનું આયોજન વિચારણા હેઠળ છે. શહેરજનોના મનોરંજન માટે તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 1200 સીટોની કેપેસીટી ધરાવતો સુંદર ટાઉન હોલ બનાવવાનું કાર્ય નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

નાગરિકો દ્વારા આવતી ફરિયાદોનો તાત્કાલિક નિકાલ આ નગરપાલિકાના જે તે વિભાગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. નગરપાલિકા વિસ્તારમાં ઉપરોક્ત તમામ સુવિધાઓ સમયસર મળી રહે તે માટે અમો કટીબધ્ધ છીએ.

 
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com