મહેસાણા
Home  

મહેસાણા શહેર એ 23.2 થી 24.9 ઉત્તર અક્ષાંશ તથા 72.26 થી 72.51 પૂર્વ રેખાંશ વચ્ચે આવેલ ગુજરાત રાજ્યના પચ્ચીસ જિલ્લા પૈકીના મહેસાણા જિલ્લાનું મુખ્ય શહેર છે. 1983માં રોબર્ટ બુસફુટ દ્વારા ગુજરાતની પ્રથમ શોધ આ જિલ્લામાં થયેલ. આઝાદી પૂર્વે મહેસાણા શહેર એ વડોદરા રાજયના કડી પ્રાન્તનું એક મહત્વનું શહેર હતું. તથા રાજ્યના અન્ય શહેરોની સરખામણીએ ઉચું સામાજિક સ્તર ધરાવતું શહેર હતું.

મહેસાણા શહેર એ અમદાવાદ દિલ્હી ધોરીમાર્ગ પર અમદાવાદથી 75 કી.મી.ના અંતરે દરિયાયી સપાટીથી 375 ફુટની ઉંચાઈએ આવેલું શહેર છે. એક માન્યતા મુજબ મહેસાણા શહેરની સ્થાપના વિ.સં. 1414 (સને 1358) ના ભાદરવા સુદ-10 ના રોજ મોસાજી ચાવડાએ પોતાના નામ ઉપરથી મહેસાણા ગામનું તોરણ બાંધી કરી હતી. જેઓ વનરાજ ચાવડા વંશના વંશજ હતા. આ ચાવડાવંશ ચામુંડાદેવીના પૂજકો હતા તથા રેલ્વે સ્ટેશન પાસે એક મંદીરની સ્થાપના કરી હતી.

મહેસાણા શહેર એ જિલ્લા મુખ્ય મથકની સાથે સાથે, સહકારી પ્રવૃત્તિ દ્વારા ચાલતી દૂધ-સાગર ડેરી ઓ.એન.જી.સી. તથા રેલ્વે ઉદ્યોગના મહત્વના જંકશન ના કારણે દેશના નકશામાં એક મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મહેસાણા શહેર ખેતી તથા ઉદ્યોગોના કારણે પણ રાજયમાં મહત્વનું સ્થાન ધરાવે છે. મુંબઈ રાજ્ય વખતે પણ શ્રીમંત ગાયકવાડ સરકારની હકુમત હેઠળના મહેસાણા તથા કડી ખૂબજ મહત્વ ધરાવતા શહેરો હતા.

મહેસાણા ખાતી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (3) એ પોતાની પુત્ર શ્રીમંત ફતેસિંહરાવ માટે વિ.સં. 1956 રાજમહેલ બંધાવ્યો હતો. હાલ આ રાજમહેલની ઈમારત ડીસ્ટ્રીક્ટ કોર્ડ તરીકે વપરાશમાં લેવાય છે.

મહેસાણા નગરપાલિકાની સ્થાપના સને 1919-20 માં થયેલ છે. તા. 01/08/1949 થી વડોદરા રાજયનું મુંબઆ રાજ્યમાં વિલિનીકરણ થયા પછી, થી બોમ્બે ડીસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એક્ટ 1902 અન્વયે વહીવટ ચાલવવામાં આવતો. તા. 01/01/1956 થી ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 અમલમાં આવતાં સદરહુ નિયમ અન્વયે નગરપાલિકાનો વહીવટ ચલાવવામાં આવે છે.

 
મહેસાણા શહેરમાં આવેલ ઐતિહાસિક સ્મારકો

   બાતર કાંઠાની વાવ
   બાડીયાશીની વાવ
   ટી.જે. હાઈસ્કુલ
   કેશરબાઈ બહેરામુંગાની શાળા
   યશવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા
   રાજમહેલ
   મહેસાણા જિલ્લા લોકલ બોર્ડ કચેરી

મહેસાણા શહેરમાં ઉદ્યોગો

   લાકડાનું ફર્નીચર
   કલર કેમીકલ્સ
   ડેરીઉદ્યોગ
   સાબુ ઉદ્યોગ
   ઓઈલ મીલ
   લોખંડ ઉદ્યોગ
   ફલોર એન્ડ પલ્સ મીલ
   ખેતીને લગતા સાધનો
   લોખંડ જાણી ઝાંપાનો ઉદ્યોગ (ફેબ્રીકેશન)
   સોના ચાંદીના દાગીના બનાવનાર
   પાવર મશીનો તથા અન્ય મશીનરી ઉદ્યોગ

 
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com