ભૂગર્ભ ગટર યોજના
Home | Back  

મહેસાણા નગરપાલિકાના ડ્રેનેજ ટેક્ષ અંગેના નિયમનો મુસદ્દો
   
1. મહેસાણા નગરપાલિકા હદમાં આવેલા તમામ મકાનો અને જમીનો કે જે નગરપાલિકાની ડ્રેનેજ લાઈન સાથે જોડવામાં આવ્યા હશે અથવા જોડાયેલા છે તે માની શકાશે તેવા તમામ મકાનો અને જમીનો ઉપર નગરપાલિકા ડ્રેનેજ ટેક્ષ આકારશે અને વસુલ કરશે.
2. વ્યાખ્યાઓ આ નિયમોમાં આગલા પાછલા સબંધ ઉપરથી કંઈ બાંધ આવતો ન હોય તો
 
  • નગરપાલિકા નો અર્થ મહેસાણા નગરપાલિકા કરવો.
  • કાયદો એટલે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 નો સમજવા.
  • વર્ષ અથવા ઓફીસિયલ વર્ષ નો અર્થ 1લી એપ્રીલથી શરૂ થતું વર્ષ સમજવો.
  • જમીન, મકાનો માલિક અને વાર્ષિક ભાડાની રકમ નો અર્થ ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 ની કલમ-2 (11), 2 (18), અને (1) માં જણાવવામાં આવ્યો છે તે કરવાનો છે.
  • કર અથવા ટેક્ષ નો અર્થ મકાનો અને જમીનો ઉપરનો ડ્રેનેજકર અને ડ્રેનેજટેક્ષ સમજવો.
  • ફેક્ટરીનો અર્થ ઈન્ડીયન ફેક્ટરી એક્ટમાં નિર્દિષ્ટ ક્યોર છે તે જ અર્થ લેવામાં આવશે.
  • બાકીના બીજા શબ્દો કે જેનો અર્થ રૂલ્સમાં આવ્યો નથી તેનો કાયદાની કલમ-2માં નક્કી કર્યા મુજબ કરવાનો છે.
3.
    મકાનો અને જમીન ઉપરના ડ્રેનેજ ટેક્ષ દર વર્ષ અગાઉથી 1લી એપ્રીલથી લેણો થશે.
4.
    મકાનો અને ખુલ્લી જમીન જે નગરપાલિકાની ડ્રેનેજ લાઈન સાથે જોડાયેલા હશે અથવા જોડાયેલા હશે તેમ માની શકાશે તેની ઉપર વાર્ષિક ભાડાની રકમના 10 ટકાના દરે ડ્રેનેજ ટેક્ષ આકારવામાં તથા વસુલ કરવામાં આવશે. પરંતુ યુવં ઠરાવવામાં આવે છે કે.
 
  • જેનો ઉપોયગ ફક્ત રહેણાક તરીકે જ થતો હોય તેવા મકાન કે જમીનનો ડ્રેનેજ ટેક્ષ વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 150-00 અને વધુમાં વધુ રૂ. 300-00 લેવામાં આવશે.
  • નીચે 3 અને 4 માં જણાવ્યા સિવાયના મકાનો તથા જમીનો કે જેનો ઉપયોગ બીન રહેણાંક તરીકે થતો હશે તેવા મકાન અથવા જમીનનો ડ્રેનેજ ટેક્ષ વાર્ષિક ઓછામાં ઓછો રૂ. 500-00 અને વધુમાં વધુ રૂ. 1000-00 લેવામાં આવશે.
  • જેનો ઉપયોગ હોસ્પિટલ, બોર્ડીગ હાઉસ, થિયેટર, રહેઠાણ વાળી લોજ કે હોટલ, મીલ તથા કારખાના, તબેલા, ધર્મશાળા, ધાર્મિક સંસ્થા તથા શોપીંગ સેન્ટર તેમજ હોલ કે વાડી તરીકે થતો હશે તેવા મકાન અથવા જમીનનો ડ્રેનેજ ટેક્ષ વાર્ષિક ઓછામાં ઓછો રૂ. 1000-00 લેવામાં આવશે.
  • રેલ્વે સત્તાવાળાની તથા પોલીસ ખાતાની તથા ના.સરકારશ્રીની તમામ મીલ્કત તથા ઓ.એન.જી.સી.ની. તથા દૂધસાગર ડેરીની તથા અન્ય સહકારી સંસ્થાઓની તથા અર્ધસરકારી સંસ્થાઓની તથા તાલુકા પંચાયતની તેમજ જિલ્લા પંચાયતની તથા પોસ્ટ એન્ડ ટેલીગ્રાફ્સ ડીપાર્ટમેન્ટની તમામ મીલ્કત જેમાં ખુલ્લી જમીનનો પણ સમાવેશ થાય છે તેના ઉપર વાર્ષિક ભાડાની રકમના 8 ટકાના દરેક ડ્રેનેજ ટેક્ષ લેવામાં આવશે તથા જે સરકારી મીલ્કતો આકારણીને પાત્ર નથી તેનો વાર્ષિક ડ્રેનેજ ટેક્ષ ઓફીસ દીઠ રૂ. 500-00 લેવામાં આવશે.
5. જે મકાન કે જમીનનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે તથા તેમજ આઈસ ફેકટરી તરીકે થતો હશે તો તેવી મીલ્કતોનો વાર્ષિક ડ્રેનેજ ટેક્ષ ઓછામાં ઓછો રૂ. 1000-00 વસુલ કરવામાં આવશે.

મકાન અગર જમીન નગરપાલિતા ડ્રેઈન સાથે જોડાણવાળા ક્રે ગણવામાં આવે ?

મકાન અગર જમીન તથા તેમાંના દરેક વાસ, મીલો તથા ફેક્ટરીઓ સંબંધમાં મીલ અગર ફેકટરીની હદમાં સઘળા મકાનો તથા જમીનો નીચેના સંજોગોમાં નગરપાલિકા ગટરની યોજના સાથે જોડાયેલા ગણવામાં આવશે.

જ્યારે તેની બહારની બાજુએ ગલીટેપ ચેમ્બર મુકવામાં આવ્યું હોય ને જેથી તેના માલિકને તેનું મકાન વાસ અગર જમીન ગલીટેપ ચેમ્બર સાથે જોડાવું શક્ય હોય.

   
અપવાદો (1)
 

(અ) ઉપર વર્ણવ્યા મુજબનો વાસ જ્યારે તેનો કર વાર્ષિક ભાડાની આંકણી ઉપર આકારવામાં આવ્યો હોય અને તે દુકાન, ઓફિસ, સ્ટોરરૂમ અગર ગોડાઉન તરીકે વપરાતો હોય ત્યારે જ્યાં સુધીતે તેની દુકાન, ઓફીસ, સ્ટોરરૂમ અગર ગોડાઉન તરીકે વપરાય ત્યાં સુધી અને જ્યાં સુધી તેમાંથી મેલુ પાણી વહી ગલી ટેપ ચેમ્બરમાં જાય તેની ગોઠવણ ન કરવામાં આવી હોય, ત્યાં સુધી તે ગટરની યોજના સાથે જોડાયેલ ગણવામાં આવશે નહીં.

(બ) જ્યારે અમુક સ્થળ અગર કંપાઉન્ડને દરવાજા આગળ કોઈ બીજા ગલીટ્રીપ ચેમ્બર હોય અને તેની અંદર જુદા જુદા માણસોની માલિકીના કેટલા એક વાસ હોય ત્યારે ફક્ત તે ચેમ્બરમાં મેલુ પાણી જવાની જેટલા વાસમાં ગોઠવણ હોય તેટલાજ વાસ ડ્રેનેજની સાથે જોડાયેવા ગણવામાં આવશે, અગર

  • જ્યારે આખી હદના સઘળા વાસોના રહેનારાઓના મેલા પાણીના નીકાલ માટે હદના એક ભાગમાં સામાન્ય ગોઠવણ કરવામાં આવી હોય અગર
  • જ્યારે તેવા મકાન અગર જમીન તેના કોઈ ભાગ ઉપરનું કલોઝેટ જાજરૂ અગર પેશાબખાનું ગટરની યોજની સાથે જોડેલું હો.
  • (મીલો અને ફેક્ટરીઓ સંબંધમાં) જ્યાં મીલ અથવા ફેકટરી હદનો કોઈપણ ભાગ નગરપાલિકાની ગટર યોજના સાથે જોડેલ હોય.
6. ટેક્ષ ભરવાનો વખત

મકાનો અને જમીનો ઉપર દર તરીકે ભરવાનો ડ્રેનેજ ટેક્ષ એક જ હપ્તામાં આખા વરસ માટે વરસની શરૂઆતમાં અગાઉથી જ લેવામાં આવશે પણ જ્યારે વરસની અધવચમાં ડ્રેનેજર કનેકશન આપવામાં આવે અગર કોઈપણ સંજોગોને લીધે કોઈપણ ટેનેમેન્ટ ટેક્ષ માટે વરસની અધવચમાં જવાબદાર થાય કો જે તારીખે કનેક્શન અપાયું હોય અગર જે તારીખે આવા સંજોગો થયા હોય તે તારીખથી વરસ આખરે એટલે કે તા. 31 માર્ચ સુધી ગણવામાં આવશે અને તે અગાઉથી લેવામાં આવશે.

7. ડ્રેનેજ કનેકશન કાપાની જોગવાઈ

ડ્રેનેજ ટેક્ષ ભરપાઈ ન થવાના કારણે અગર અન્ય કોઈ કસુર થવાના કારણે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી ડ્રેનેજ જોડાણ બંધ કરી શકશે. તથા અન્ય કાયદા નીચે ડ્રેનેજ કનેક્શન ધારક સામે કાર્યવાહી કરી શકશે.

8 ડ્રેનેજ કનેક્શન પુનઃજોડાણ કરવાની બાબત

કલમ – 7 નીચે બંધ થયેલા ડ્રેનેજ કનેક્શનને પુનઃજોડાણ કરવાની કાર્યવાહી થાય ત્યારે રીકનેક્શન ચાર્જ રૂ. 200 ભરવાનો રહેશે. રીકનેક્શન મંજુર કરવાની સત્તા મુખ્ય અધિકારીશ્રીને રહેશે.

   
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com