જન્મ અને મરણ
Home  

જન્મની નોંધણી જાણવા માટે : click here
મરણની નોંધણી જાણવા માટે : click here
 
જન્મ મરણ નોંધણી

જન્મ તથા મરણ નોંધ 21 દિવસમાં કરાવવી પડે છે.

મુદત બાદ 30 દિવસ સુધી રૂ. 2-00 લેટ ફી ભરવી પડે છે.

0 દિવસ બાદ એક વર્ષ સુધી સોગંદનામા આધારે નિયમ પ્રમાણે નોંધ થઈ શકે છે. લેટ ફી રૂ. 5-00.

એક વર્ષ બાદ કોઈપણ નોંધ જ્યુ. મેજીસ્ટ્રેટ સા. (કોર્ટ) ના હુકમ આધારે થઈ શકે છે. લેટ ફી રૂ. 10-00.

મુદતમાં નોંધ થયા બાદ પ્રથમ પ્રમાણપત્ર મફત આપવામાં આવે છે.

જન્મ નોંધમાં બાળકનું નામ એક વર્ષ સુધી મફત લખાવી શકાય છે. ત્યારબદા 15 વર્ષ સુધી રૂ. 5-00 લેટ ફી ભરી લખાવી શકાય છે.

અગાઉની જન્મ નોંધણીના કિસ્સામાં જો જન્માનર વ્યક્તિનું નામ નોંધાયેલ ન હોય તેવા તમામ કિસ્સામાં તા.21-01-2019 સુધી રૂ. 5-00 લેટ ફી ભરી નામ નોંધાવી શકાશે.

જન્મ નોંધમાં બાળકનું નામ તથા મરણ નોંધમાં મરનાનું નામ કયારેય સુધારી શકાતું નથી.

જન્મ અથવા મરણની નોંધમાં નિયમ મુજબ થઈ શકતા સુધારો એક જ વખત થઈ શકે છે.

 
જન્મ-મરણ અંગે નકલ મેળવવા બાબત
 

(1) અરજી કોને કરવી – રજીસ્ટ્રાર, જન્મ-મરણ, મહેસાણા નગરપાલિકા, મહેસાણા

(2) અરજીના નિકાલનો સમય

  1. પ્રથમ વખત જન્મ રે મરણની નોંધણી વખતે તેજ સમયે વિનામૂલ્ય નકલ આપવામાં આવશે.
  2. જન્મ કે મરણની નકલ મેળવવા માટે ઓફીસ વર્કીંગના ત્રણ દિવસ બાદ આપવામાં આવશે.

(3) અરજદારે રજૂ કરવાના કાગળો

  1. જન્મ કે મરણ નોંધવા માટેનું નિયત કરેલ ફોર્મ
  2. નકલ માટે જન્મ કે મરણ માટેનું નિયત ફોર્મ
  3. પ્રથમ વખતે મરણ નોંધવા માટે સ્મશાનની પાવતી અથવા મેડીકવ સર્ટીફીકેટ

(4) જન્મ-મરણની નોંધ ફક્ત મહેસાણા નગરપાલીકાની હદમાં થયેલ હોય તેની જ નોંધ કરવામાં આવે છે.

(5) જન્મની નોંધ અથવા મરણની નોંધ 21 દિવસમાં કરવાની રહેશે. ત્યારબાદ નિયત ફી લઈ એક માસ સુધી જન્મ – મરણની નોંધ કરી શકાશે.

 
ડાઉનલોડ ફોર્મ :-
 
જન્મ રીપોર્ટ - ડાઉનલોડ
મૃત જન્મ રીપોર્ટ - ડાઉનલોડ
મરણનો રીપોર્ટ- ડાઉનલોડ
મરણનું કારણ દર્શાવતો રીપોર્ટ - ડાઉનલોડ (અંગ્રેજી)
મરણનું કારણ દર્શવતો રીપોર્ટ - ડાઉનલોડ (ગુજરાતી)
 
 
Copyright © 2017. Mehsana Nagarpalika, Mehsana.
Site Designed & Maintained by 8webcom.com